Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય પ

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય પ ||

|| કર્મ સંન્યાસ યોગ ||

|| શ્લોક : ૧ ||

 

अर्जुन उवाच

 

संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।

यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥ १ ॥

 

અનુવાદ

અર્જુને કહ્યું : 

હે કૃષ્ણ, આપે પહેલાં મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિતરૂપે મને કહેશો કે બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે?

* * *

|| શ્લોક : ૨ ||

 

श्रीभगवानुवाच ।

 

संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।

तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥ २ ॥

 

અનુવાદ

 

પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતાં કહ્યું :

મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. પરંતુ, બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે.

* * *

|| શ્લોક : ૩ ||

 

ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।

निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥ ३ ॥

 

અનુવાદ

 

મનુષ્ય તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને કર્મફળની ઇચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વન્દ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે.

* * *

|| શ્લોક : ૪ ||

 

साङ्ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।

एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥ ४ ॥

 

અનુવાદ

 

અજ્ઞાની મનુષ્યો ભક્તિમય સેવા(કર્મયોગ)ને ભૌતિક જગતના પૃથક્કરણાત્મક અભ્યાસ(સાંખ્ય)થી ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યો આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે, તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે.

* * *

|| શ્લોક : ૫ ||

 

यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।

एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति ॥ ५ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય જાણે છે કે પૃથક્કરણાત્મક અધ્યયન (સાંખ્ય) દ્વારા જે સ્થાન પ્રાપ્ત સાંખ્યયોગ થાય છે, તે ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે મનુષ્ય તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે વસ્તુઓને યથાર્થરૂપે જુએ છે.

* * *

|| શ્લોક : ૬ ||

 

संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।

योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥ ६ ॥

 

અનુવાદ

 

ભગવદ્ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવામાત્રથી મનુષ્ય સુખી થઈ શકતો નથી. પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય, પરમેશ્વરને તરત પ્રાપ્ત કરે છે.

* * *

|| શ્લોક : ૭ ||

 

योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।

सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥ ७ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાનાં મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે. તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશાં કાર્યરત રહેતો હોવા છતાં, કદાપિ લિપ્ત થતો નથી.

* * *

|| શ્લોક : ૮, ૯ ||

 

नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।

पश्यञ्श‍ृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् ॥ ८ ॥

 

प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।

इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९ ॥

 

અનુવાદ

 

દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં, પોતાનાં અંતરમાં હંમેશાં જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું કરતો નથી. બોલતાં, ત્યાગ કરતાં, ગ્રહણ કરતાં કે આંખો ખોલતાં તથા મીંચતાં પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે સર્વથી અલિપ્ત છે.

* * *

|| શ્લોક : ૧૦ ||  

 

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।

लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥ १० ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિરહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્થ રહે છે તેમ પાપકર્મોથી અલિપ્ત રહે છે.

* * *

|| શ્લોક : ૧૧ ||

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।

योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥ ११ ॥

 

અનુવાદ

 

યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે.

* * *

|| શ્લોક : ૧૨ ||

युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।

अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥ १२ ॥

 

અનુવાદ

 

ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાનાં સર્વ કર્મનાં ફળ મને અર્પિત કરે છે; પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમનાં ફળનો લોભી છે, તે બદ્ધ થઈ જાય છે.

* * *

|| શ્લોક : ૧૩ ||

सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।

नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥ १३ ॥

 

અનુવાદ

 

જ્યારે દેહધારી જીવાત્મા, પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધાં કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે નવ દ્વારવાળાં નગર(ભૌતિક શરીર)માં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે.

* * *

|| શ્લોક : ૧૪ ||

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।

न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥

 

અનુવાદ

 

આ શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા, કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મનાં ફળનું સર્જન પણ કરતો નથી. બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા થયા કરે છે.

* * *

|| શ્લોક : ૧૫ ||

नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।

अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १५ ॥

 

અનુવાદ

 

પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. પરંતુ દેહધારી જીવો અજ્ઞાનનાં કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમનાં વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે.

* * *

|| શ્લોક : ૧૬ ||

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।

तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥ १६ ॥

 

અનુવાદ

 

પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારાં શાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેનાં જ્ઞાનથી બધું પ્રગટ થઈ જાય છે.

* * *

|| શ્લોક : ૧૭ ||

तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।

गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥ १७ ॥

 

અનુવાદ

 

જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિપંથે આગળ વધે છે.

* * *

|| શ્લોક : ૧૮ ||

विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि ।

शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ १८ ॥

 

અનુવાદ

 

વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળને સમાન દૃષ્ટિથી જુએ છે.

* * *

 || શ્લોક : ૧૯ ||

इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।

निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥ १९ ॥

 

અનુવાદ

 

જેમનાં મન એકત્વ તથા સમતામાં સ્થિત છે, તેમણે જન્મ તથા મૃત્યુનાં બંધનોને પહેલેથી જીતી લીધાં હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને રીતે સદા બ્રહ્મમાં અવસ્થિત રહે છે.

* * *

|| શ્લોક : ૨૦ ||

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।

स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः ॥ २० ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિરબુદ્ધિ છે, જે મોહરહિત છે અને જે ભગવદ્વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી બ્રહ્મમાં અવસ્થિત હોય છે.

* * *

|| શ્લોક : ૨૧ ||

बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् ।

स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥ २१ ॥

 

અનુવાદ

 

આવો જીવન્મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિયસુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હરહંમેશ સમાધિમાં નિમગ્ન રહીને, પોતાની અંદર આનંદનો અનુભવ કરે છે. રીતે, આત્મસાક્ષાત્કાર પામેલો પુરુષ, પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે.

* * *

|| શ્લોક : ૨૨ ||

ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।

आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥ २२ ॥

 

અનુવાદ

 

બુદ્ધિશાળી મનુષ્ય, ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખનાં મૂળ કારણરૂપ બની રહે છે. હે કૌન્તેય, આવાં સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી.

* * *

|| શ્લોક : ૨૩ ||

शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।

कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥ २३ ॥

 

અનુવાદ

 

જો વર્તમાન શરીરનો ત્યાગ કરતાં પહેલાં, કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે, તો તે યોગી છે અને તે જગતમાં સુખી હોય છે.

* * *

|| શ્લોક : ૨૪ ||

योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।

स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥ २४ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતરમુખી છે, તે વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે.

* * *

|| શ્લોક : ૨૫ ||

लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।

छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥ २५ ॥

 

અનુવાદ

 

જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે જેમનાં મન આત્મસાક્ષાત્કારમાં લીન થયાં છે, જેઓ જીવમાત્રનાં કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે, તેઓ બ્રહ્મમાં નિર્વાણ (મુક્તિ) પ્રાપ્ત કરે છે.

* * *

|| શ્લોક : ૨૬ ||

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।

अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥

 

અનુવાદ

 

જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે.

* * *

|| શ્લોક : ૨૭, ૨૮ ||

स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।

प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥ २७ ॥

 

यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।

विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥ २८ ॥

 

અનુવાદ

 

સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દૃષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ તથા ઉચ્છવાસને નસકોરાંની અંદર રોકીને અને રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઇચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી, નિઃસંદેહ મુક્ત હોય છે. કૃષ્ણભાવનામૃતમાં પરોવાઇ જવાથી, મનુષ્યને તરત પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પછી ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને જાણી શકે છે. મનુષ્ય જ્યારે ભક્તિયોગમાં સુસ્થિર થાય છે, ત્યારે તે દિવ્ય અવસ્થામાં આવે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની ઉપસ્થિતિને અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ અવસ્થા બ્રહ્મનિર્વાણ અર્થાત્ મુક્તિ કહેવાય છે.

* * *

|| શ્લોક : ૨૯ ||

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।

सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥ २९ ॥

 

અનુવાદ

 

મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિતકર્તા શુભેચ્છક મિત્ર તરીકે જાણી, મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે.

* * *

 

तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु

ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे

संन्यासयोगो नाम पञ्चमोऽध्यायः ॥ ५ ॥

॥ જય શ્રી કૃષ્ણ ॥
——————

♣ ♣ ♣