Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૪

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૪ ||

|| જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ||

|| શ્લોક : ૧ ||

 

श्रीभगवानुवाच ।
 
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥

 

અનુવાદ

 

    પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું:

મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. 
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||

 

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥ २ ॥

 

અનુવાદ

  

 રીતે હે અર્જુન,  પરમ વિજ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ   રીતે તે જાણ્યું. પરંતુ કાળાંતરે  પરંપરા તૂટી ગઈ અને તેથી  વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. 
♣ ♣ ♣
 
|| શ્લોક : ૩ ||

 

स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥ ३ ॥

 

અનુવાદ

 

તે   પ્રાચીન યોગ, પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી  વિજ્ઞાનનાં દિવ્ય તું રહસ્યને સમજી શકે છે. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૪ || 

 

अर्जुन उवाच ।
 
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥ ४ ॥

 

અનુવાદ

 

અર્જુને કહ્યું :

આપનો જન્મ, અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે; તો પછી, હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને  વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો?
♣ ♣ ♣

 

|| શ્લોક : ૫ ||

 

श्रीभगवानुवाच ।
 
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥ ५ ॥

 

અનુવાદ

 

શ્રી ભગવાન બોલ્યા : તારા અને મારા અનેકાએક જન્મો થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ, તું તેને યાદ રાખી શકતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૬ ||

 

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ॥ ६ ॥

 

અનુવાદ

 

જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૭ ||

 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥

 

અનુવાદ

 

હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૮ ||

 

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ ८ ॥

 

અનુવાદ

 

ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૯ ||

 

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥ ९ ॥

 

અનુવાદ

 

હે અર્જુન, જે મનુષ્ય મારાં પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે  શરીરને તજ્યા પછી  ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારાં સનાતન ધામને પામે છે. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૦ ||

 

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥ १० ॥

 

અનુવાદ

 

આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિષેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને  રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ ||

 

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥ ११ ॥

 

અનુવાદ

 

જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે  હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું  સર્વથા અનુસરણ કરે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૨ ||

 

काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥ १२ ॥

 

અનુવાદ

 

આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઇચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિઃસંદેહ, આ જગતમાં મનુષ્યોને સકામ કર્મનાં ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૩ ||

 

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥ १३ ॥

 

અનુવાદ

 

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે, હું આ વ્યવસ્થાનો સ્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૪ ||

 

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥ १४ ॥

 

અનુવાદ
મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મનાં ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિષેનાં  સત્યને જાણે છે, તે પણ કર્મોનાં ફળ દ્વારા બદ્ધ થતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૫ ||

 

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥ १५ ॥

 

અનુવાદ

 

પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતાં અને મુક્તિ મેળવી હતી. માટે, તારે પણ તેમનાં પગલે ચાલીને પોતાનાં કર્તવ્યનું પાલન કરવું જોઈએ.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૬ ||

 

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ १६ ॥

 

અનુવાદ

 

કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મુંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિષે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ જઈશ.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૭ ||

 

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥ १७ ॥

 

અનુવાદ

 

કર્મની આંટીઘૂંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે, તે સારી રીતે જાણવું જોઈએ. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૮ ||

 

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ १८ ॥
 
અનુવાદ

 

કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૯ ||

 

यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥ १९ ॥

 

અનુવાદ

 

જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિયતૃપ્તિની કામનાથી રહિત હોય છે, તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે. તેને  સંતજનો એવો કર્તા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યાં છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૦ ||

 

त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति सः ॥ २० ॥

 

અનુવાદ

 

પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને, સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી, તે સર્વ પ્રકારનાં કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૧ ||

 

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥ २१ ॥
 
અનુવાદ

 

આવો જ્ઞાની મનુષ્ય, મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે, પોતાની સંપત્તિનાં સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન-નિર્વાહ અર્થે ખપ પૂરતું  કાર્ય કરે છે.  પ્રમાણે કર્મ કરતો તે, પાપપૂર્ણ કર્મફળોથી પ્રભાવિત થતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૨ ||

 

यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥ २२ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે, જે દ્વૈતભાવથી રહિત છે તથા ઈર્ષા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૩ ||

 

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥ २३ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે, તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૪ ||

 

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય કૃષ્ણભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે, તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવદ્ધામની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે  હોય છે. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૫ ||

 

दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥ २५ ॥

 

અનુવાદ

 

કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૬ ||

 

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥ २६ ॥

 

અનુવાદ

 

આમાંના કેટલાક (વિશુદ્ધ બ્રહ્મચારીઓ), શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા (વ્રતધારી ગૃહસ્થો) ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૭ ||

 

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥ २७ ॥

 

અનુવાદ

 

મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુનાં કાર્યોને સંયમિત એવાં મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. 
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૮ ||

 

द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥ २८ ॥

 

અનુવાદ

 

કઠોર વ્રતો ધારણ કરીને, કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને, કેટલાક કઠોર તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મશાનમાં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૯, ૩૦ ||

 

अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥ २९ ॥
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥ ३० ॥

 

અનુવાદ

 

વળી બીજાઓ, જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસનક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે, તેઓ ઉચ્છવાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસનક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. યજ્ઞના અર્થને જાણનારા  સર્વ યજ્ઞકર્તાઓ, પાપકર્મોમાંથી મુક્ત થઈ જાય છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૧ ||

 

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥ ३१ ॥

 

અનુવાદ

 

હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞોનાં ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને યોગીજનો પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. યજ્ઞ વિના મનુષ્ય  લોકમાં કે  જીવનમાં કદાપિ સુખપૂર્વક '' રહી શકતો નથી, તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે?
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૨ ||

 

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥ ३२ ॥
 
અનુવાદ

 

 અનેક પ્રકારના યજ્ઞો વેદસંમત છે અને  સર્વ વિવિધ પ્રકારનાં કર્મોમાંથી ઉદ્ભવે છે. તેમને  પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૩ ||

 

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥ ३३ ॥
 
અનુવાદ

 

હે શત્રુઓનું દમન કરનારા (અર્જુન), દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞરૂપે કરેલાં સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં  પરિણમે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૪ ||

 

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ३४ ॥

 

અનુવાદ

 

સદ્ગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૫ ||

 

यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥ ३५ ॥
 
અનુવાદ

 

અને જ્યારે તે  રીતે સત્યને જાણી લીધું હશે, ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં, કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા  અંશો છે અને તેઓ મારા  છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૬ ||

 

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥ ३६ ॥

 

અનુવાદ

 

જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે, તોયે તું જ્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ, ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૭ ||

 

यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ ३७ ॥

 

અનુવાદ

 

જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોનાં સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૮ ||

 

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥ ३८ ॥

 

અનુવાદ

 

 જગતમાં, દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોગવિદ્યાનું પરિપક્વ ફળ છે. અને જે મનુષ્ય ભક્તિયોગમાં સિદ્ધ થઈ જાય છે, તે સમય જતાં પોતાની અંદર   જ્ઞાનનું આસ્વાદન કરે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૯ ||

 

श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ ३९ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે, તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત  પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૦ ||

 

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥ ४० ॥
અનુવાદ

 

પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવદ્ભાવના પામતા નથી; તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૧ ||

 

योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ॥ ४१ ॥
 
અનુવાદ

 

હે ધનંજય, જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળોનો પરિત્યાગ કરીને, ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી.
♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૨ ||

 

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥ ४२ ॥
 
અનુવાદ

 

માટે, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી શસ્ર વડે કાપીને હે ભારત, તું યોગારૂઢ થઈને ઊઠ અને યુદ્ધ કર.
♣ ♣ ♣

 

तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु

ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे

ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४॥

॥ जय श्री कृष्ण ॥
—————

♣ ♣ ♣