Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૧૫

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૧૫ ||

|| પુરુષોત્તમ યોગ ||

|| શ્લોક : ૧ ||
श्रीभगवानुवाच । 
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥ १ ॥
અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેનાં મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેનાં પાંદડાં વેદમંત્રો છે. જે મનુષ્ય વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
 
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसन्ततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥ २ ॥
અનુવાદ

વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. વૃક્ષનાં મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજનાં સકામ કર્મોથી બંધાયેલાં છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૩, ૪ ||
 
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूलं-
असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥ ३ ॥
 
ततः पदं तत्परिमार्गितव्यं-
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये ।
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥ ४ ॥
અનુવાદ
 

વૃક્ષનાં વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે? પરંતુ મનુષ્ય સુર્દઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે દૃઢ નિશ્ચયપૂર્વક કાપી નાંખવું જોઈએ. ત્યાર પછી તેણે એવાં સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિ કાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
निर्मानमोहा जितसङ्गदोषा-
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥ ५ ॥
અનુવાદ
 

જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્ત્વને જાણે છે, જેઓ દુન્યવી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખદુઃખનાં દ્વન્દ્વથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥ ६ ॥
અનુવાદ
 

મારું તે પરમ ધામ તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી.

♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ ७ ॥
અનુવાદ
 

બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥ ८ ॥
અનુવાદ
 

જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. પ્રમાણે, તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥ ९ ॥
અનુવાદ
 

પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય (ત્વચા) પ્રાપ્ત કરે છે, કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥ १० ॥
અનુવાદ
 

મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાનાં શરીરને કેવી રીતે છોડી દે છે તેમજ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે સર્વ જોઈ શકે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ || 
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥ ११ ॥
અનુવાદ
 

આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પરંતુ જેમનાં મન વિકસિત થયેલાં નથી અને જેઓ આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥
અનુવાદ
 

સૂર્યનું તેજ કે જે સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે, તે મારામાંથી આવે છે. અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાંનું તેજ પણ મારામાંથી ઉત્પન્ન થયેલ છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥ १३ ॥
અનુવાદ
 

હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું સઘળી વનસ્પતિઓને જીવનરસ પ્રદાન કરું છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥ १४ ॥
અનુવાદ
 

હું જીવમાત્રનાં શરીરમાં જઠરાગ્નિ (વૈશ્વાનર) છું અને હું શ્વાસપ્રશ્વાસમાં રહીને ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ || 
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥
અનુવાદ
 

હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું છું. નિઃસંદેહ, હું વેદાંતનો સંકલનકર્તા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ || 
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ १६ ॥
અનુવાદ
 

જીવના બે પ્રકાર છેચ્યુત અને અચ્યુત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચુત(પતનશીલ) હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ १७ ॥
અનુવાદ
 

બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત્ અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણે લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ || 
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ १८ ॥
અનુવાદ
 

હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું તેથી અને હું સર્વોત્તમ છું તે કારણે હું જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥ १९ ॥
અનુવાદ
 

કાજે કોઈ મનુષ્ય સંશયરહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઇ જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥ २० ॥
અનુવાદ

હે નિષ્પાપ, વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઇ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે.

♣ ♣ ♣