|| શ્લોક : ૧ ||
अर्जुन उवाच ।
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥ १ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે, તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥ २ ॥
અનુવાદ
હે કમળનયન, મેં આપની પાસેથી જીવમાત્રનાં ઉત્પત્તિ તથા લય વિષે કર્યો છે. વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩ ||
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥ ३ ॥
અનુવાદ
હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપનાં વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દેશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો, એ જોવાની મારી ઇચ્છા છે. આપનાં એ સ્વરૂપનાં હું દર્શન કરવા ઇચ્છું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥ ४ ॥
અનુવાદ
હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપનાં દર્શનનો અધિકારી લાગતો હોઉં, તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપનાં દર્શન આપો.
♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
श्रीभगवानुवाच ।
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥ ५ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો-હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળાં રૂપોને જો.
♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥ ६ ॥
અનુવાદ
હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનીકુમારો, મરુતો તથા અન્ય દેવોનાં વિભિન્ન રૂપોને જો. એવાં અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયાં નથી કે સાંભળ્યાં નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥ ७ ॥
અનુવાદ
હે અર્જુન, તું જે કંઈ જોવા ઇચ્છે, તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જે જોવા ઇચ્છતો હોય, તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં, એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥ ८ ॥
અનુવાદ
પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં. તેથી, હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ-ઐશ્વર્યને જો.
♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
सञ्जय उवाच ।
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥ ९ ॥
અનુવાદ
સંજય બોલ્યો :
હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ-શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી, ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૦, ૧૧ ||
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥ १० ॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥ ११ ॥
અનુવાદ
અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દૃશ્યો જોયાં. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોનાં વિલેપનવાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥ १२ ॥
અનુવાદ
આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે, તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥ १३ ॥
અનુવાદ
તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥ १४ ॥
અનુવાદ
ત્યારે મુંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
अर्जुन उवाच ।
पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसङ्घान् ।
ब्रह्माणमीशं कमलासनस्थ-
मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥ १५ ॥
અનુવાદ
અર્જુને કહ્યું : હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूप ॥ १६ ॥
અનુવાદ
હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्
दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥ १७ ॥
અનુવાદ
આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં, અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવાં એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ॥ १८ ॥
અનુવાદ
આપ જ પરમ આદ્ય શ્રેય તત્ત્વ છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રયરૂપ છો. આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
अनादिमध्यान्तमनन्तवीर्य-
मनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥ १९ ॥
અનુવાદ
આપ આદિ, મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપનાં મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપનાં તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
द्यावापृथिव्योरिदमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं
लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥ २० ॥
અનુવાદ
આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વ લોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપનાં આ વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોક ભયભીત છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
अमी हि त्वां सुरसङ्घा विशन्ति
केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥ २१ ॥
અનુવાદ
દેવોના સમૂહો આપનાં શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોનાં વૃંદો, ‘કલ્યાણ થાઓ” એમ કહી વૈદિક મંત્રોનાં ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
रुद्रादित्या वसवो ये च साध्या
विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसङ्घा
वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥ २२ ॥
અનુવાદ
શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વેદેવા, બંને અશ્વિનીકુમારો, મરુત્ગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધદેવા—એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
रूपं महत्ते बहुवक्त्रनेत्रं
महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं
दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥ २३ ॥
અનુવાદ
હે મહાબાહુ, આપનાં આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને, દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
नभःस्पृशं दीप्तमनेकवर्णं
व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृतिं न विन्दामि शमं च विष्णो ॥ २४ ॥
અનુવાદ
હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપનાં વિસ્ફરિત મુખોને અને આપનાં અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતાં જ, મારું ચિત્ત ભયથી વ્યગ્ર થયું છે. આથી હું મારાં ચિત્તનાં ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૫ ||
दंष्ट्राकरालानि च ते मुखानि
दृष्ट्वैव कालानलसन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म
प्रसीद देवेश जगन्निवास ॥ २५ ॥
અનુવાદ
હે દેવાધિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપનાં પ્રલયાગ્નિસમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મુંઝાઇ ગયો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૬, ૨૭ ||
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसङ्घैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
सहास्मदीयैरपि योधमुख्यैः ॥ २६ ॥
वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु
सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥ २७ ॥
અનુવાદ
ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ–અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપનાં વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાકનાં મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલાં જોઈ રહ્યો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૮ ||
यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥ २८ ॥
અનુવાદ
જેવી રીતે નદીઓનાં અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપનાં પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૨૯ ||
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा
विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोका-
स्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥ २९ ॥
અનુવાદ
જેવી રીતે ફુદાં પોતાના વિનાશ માટે જ સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપનાં મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૦ ||
लेलिह्यसे ग्रसमानः समन्ताल्-
लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं
भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥ ३० ॥
અનુવાદ
હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ગળી જઈ રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના દાહક એવાં ભયંકર રૂપે આપ વ્યક્ત થાઓ છો.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૧ ||
आख्याहि मे को भवानुग्ररूपो
नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं
न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥ ३१ ॥
અનુવાદ
હે દેવાધિદેવ, આવાં ઉગ્રરૂપધારી આપ કોણ છો, તે મને કૃપા કરી કહો. હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિષે જાણવા ઇચ્છું છું, કારણ કે હું આપની આ લીલા– પ્રવૃત્તિની બાબતથી અજાણ છું.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૨ ||
श्रीभगवानुवाच ।
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥ ३२ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :
હું સર્વ વિશ્વોનો મહાવિનાશ કરનારો કાળ છું; અને હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા (પાંડવોના) સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૩ ||
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व
जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।
मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ॥ ३३ ॥
અનુવાદ
માટે ઊઠ. યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હું સવ્યસાચી, તું તો યુદ્ધમાં નિમિત્તમાત્ર થવાનો છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૪ ||
द्रोणं च भीष्मं च जयद्रथं च
कर्णं तथान्यानपि योधवीरान् ।
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा
युध्यस्व जेतासि रणे सपत्नान् ॥ ३४ ॥
અનુવાદ
દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઇ છે. માટે તું તેમનો વધ કર અને લેશમાત્ર વ્યથિત થઈશ નહીં. માત્ર તું યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૫ ||
सञ्जय उवाच ।
एतच्छ्रुत्वा वचनं केशवस्य
कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं भीतभीतः प्रणम्य ॥ ३५ ॥
અનુવાદ
સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું :
હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનાં મુખેથી આ વચનો સાંભળ્યા પછી, ધ્રૂજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતાં ડરતાં ભગવાન કૃષ્ણને ગદ્ગદ્ કંઠે આ પ્રમાણે કહ્યું.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૬ ||
अर्जुन उवाच ।
स्थाने हृषीकेश तव प्रकीर्त्या
जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः ॥ ३६ ॥
અનુવાદ
અર્જુને કહ્યું :
હે હૃષીકેશ, આપનાં નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૭ ||
कस्माच्च ते न नमेरन्महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास
त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥
અનુવાદ
મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો. તો પછી, તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્રોત છો. સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૮ ||
त्वमादिदेवः पुरुषः पुराण-
स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरूप ॥ ३८ ॥
અનુવાદ
આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા આ દૃશ્ય જગતના અંતિમ આશ્રયસ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રયસ્થાનરૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંતરૂપ, આ સંપૂર્ણ દેશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૩૯ ||
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥ ३९ ॥
અનુવાદ
આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો, આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો. તેથી આપને હજાર વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૦ ||
नमः पुरस्तादथ पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥ ४० ॥
અનુવાદ
આપને સન્મુખથી, પાછળથી અને ચારે બાજુથી નમસ્કાર હો! હે અનંતવીર્ય, આપ જ અપાર પરાક્રમના સ્વામી છો! આપ સર્વવ્યાપક છો અને તેથી આપ જ સર્વસ્વ છો!
♣ ♣ ♣
|| શ્લોક : ૪૧, ૪૨ ||
सखेति मत्वा प्रसभं यदुक्तं
हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं
मया प्रमादात्प्रणयेन वापि ॥ ४१ ॥
यच्चावहासार्थमसत्कृतोऽसि
विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ॥ ४२ ॥
અનુવાદ
આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને “હે કૃષ્ણ”, “હે યાદવ”, “હે સખા” જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમ કરો. મેં ઘણી વાર વિનોદમાં વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૩ ||
पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो
लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥
અનુવાદ
આપ આ સંપૂર્ણ જગતના, સ્થાવર અને જંગમ સર્વના પિતા છો. આપ તેના આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપનો કોઈ સમોવડિયો નથી અને ન તો કોઈ આપની સાથે સમરૂપ થઈ શકે તેમ છે તેથી હે અપરિમેય શક્તિશાળી લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે?
♣ ♣ ♣
|| શ્લોક : ૪૪ ||
तस्मात्प्रणम्य प्रणिधाय कायं
प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः
प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥ ४४ ॥
અનુવાદ
આપ જીવમાત્રના પૂજનીય પરમેશ્વર છો. તેથી હું આપને સાદર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા પુત્રનું ઉદ્ધત વર્તન સહન કરે છે, એક મિત્ર પોતાના મિત્રનું તોછડું વર્તન સહી લે છે અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોને સહ્ય ગણશો.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૫ ||
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा
भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं
प्रसीद देवेश जगन्निवास ॥ ४५ ॥
અનુવાદ
મારા માટે અભૂતપૂર્વ એવા આપનાં આ વિશ્વરૂપનાં દર્શન કરીને હું અને મને આનંદવિભોર થયો છું, પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપનાં ભગવત્સ્વરૂપનાં પુનઃ દર્શન આપો.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૬ ||
किरीटिनं गदिनं चक्रहस्तं
इच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमूर्ते ॥ ४६ ॥
અનુવાદ
હે વિશ્વરૂપ, હે હજાર ભુજાઓવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપનાં દર્શન કરવા ઇચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપનાં દર્શન કરવાની મને અભિલાષા છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૭ ||
श्रीभगवानुवाच ।
मया प्रसन्नेन तवार्जुनेदं
रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥ ४७ ॥
અનુવાદ
પરમેશ્વર બોલ્યા :
મેં પ્રસન્ન થઈને, મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યાં છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૮ ||
न वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥ ४८ ॥
અનુવાદ
હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારાં આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારાં આ રૂપનું દર્શન ન તો વેદાધ્યયનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી થઈ શકે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૪૯ ||
मा ते व्यथा मा च विमूढभावो
दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमिदं प्रपश्य ॥ ४९ ॥
અનુવાદ
તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મુંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તુ શાંત મનથી, તને ગમતા મારાં સ્વરૂપનું દર્શન કરી શકે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૦ ||
सञ्जय उवाच ।
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥ ५० ॥
અનુવાદ
સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું :
અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણે તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું, અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયંત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૧ ||
अर्जुन उवाच ।
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥ ५१ ॥
અનુવાદ
જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું, ત્યારે તેણે કહ્યું : હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર, મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૨ ||
श्रीभगवानुवाच ।
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥ ५२ ॥
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું:
હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપનાં દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૩ ||
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥
અનુવાદ
તું દિવ્ય દૃષ્ટિથી મારાં જે રૂપનાં દર્શન કરી રહ્યો છે, તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૪ ||
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ॥ ५४ ॥
અનુવાદ
હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય . કેવળ આ જ રીતે, તું મારા વિષેના જ્ઞાનનાં રહસ્યોને પામી શકીશ.
♣ ♣ ♣
|| શ્લોક : ૫૫ ||
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥ ५५ ॥
અનુવાદ
હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્કવિતર્કના સંસર્ગદોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ રાખે છે, તે નક્કી મને પામે છે.