Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૧0

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૧0 ||

|| વિભૂતિ યોગ ||

|| શ્લોક : ૧ ||

 

श्रीभगवानुवाच ।
 
भूय एव महाबाहो श‍ृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥ १ ॥

 

અનુવાદ

 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨ ||

 

न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥ २ ॥

 

અનુવાદ

 

મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને તો દેવગણ જાણે છે અને તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્રોત છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩ ||

 

यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥ ३ ॥

 

અનુવાદ

 

મનુષ્યોમાં માત્ર તે મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહમંડળોના સ્વામી તરીકે જાણે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૪, ||

 

बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥ ४ ॥

 

अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥ ५ ॥

 

અનુવાદ

 

બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્તિ, ક્ષમાભાવ, સત્યતા, ઇન્દ્રિયનિગ્રહ, મનોનિગ્રહ, સુખ તથા દુ:, જન્મ, મૃત્યુ, ભય, અભય, અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશજીવોના વિવિધ ગુણો મારા વડે ઉત્પન્ન થયેલા છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૬ ||

 

महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥ ६ ॥

 

અનુવાદ

 

સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે ચાર અન્ય મહષિો તેમજ બધા મનુ (માનવજાતિના પૂર્વજો) મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનામાંથી આવે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૭ ||

 

एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥ ७ ॥

 

અનુવાદ

 

જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિષે ખરેખર દેઢ વિશ્વાસ ધરાવે છે, તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે, વિષે લેશમાત્ર શંકા નથી.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૮ ||

 

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥ ८ ॥

 

અનુવાદ

 

હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. દરેક ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો સારી રીતે જાણે છે, તેઓ મારી પ્રેમભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૯ ||

 

मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥ ९ ॥

 

અનુવાદ

 

મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમનાં જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિષે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો કરે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૦ ||

 

तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ १० ॥

 

અનુવાદ

 

જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૧ ||

 

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥ ११ ॥

 

અનુવાદ

 

ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે, તેમનાં હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૨, ૧૩ ||

 

अर्जुन उवाच ।
 
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥ १२ ॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥ १३ ॥

 

અનુવાદ

 

અર્જુને કહ્યું આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન, દિવ્ય, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિષે સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તે કહી રહ્યા છો.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૪ ||

 

सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥ १४ ॥

 

અનુવાદ

 

હૈ કૃષ્ણઆપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, તો દેવો કે તો દાનવો આપનાં સ્વરૂપને જાણવા સમર્થ છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૫ ||

 

स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥ १५ ॥

 

અનુવાદ

 

હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્દ્ભવસ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૬ ||

 

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥ १६ ॥

 

અનુવાદ

 

જેમના વડે આપ સર્વ લોકમાં વ્યાપો છો, તે આપના દૈવી અશ્વો વિષે કૃપા  કરીને મને વિગતવાર કહો.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૭ ||
 
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥ १७ ॥

 

અનુવાદ

 

હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયાં કયાં રૂપોમાં કરવામાં આવે?

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૮ ||

 

विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि श‍ृण्वतो नास्ति मेऽमृतम् ॥ १८ ॥

 

અનુવાદ

 

હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપનાં યોગસામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિષે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમકે જેમ હું આપના વિષે વધુ સાંભળું છું તેમ, આપનાં શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા ઇચ્છું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૧૯ ||

 

श्रीभगवानुवाच ।
 
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥ १९ ॥

 

અનુવાદ

 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હવે હું તને મારાં ફક્ત મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૦ ||

 

अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥ २० ॥

 

અનુવાદ

 

હે અર્જુન, હું જીવમાત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૧ ||

 

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥

 

અનુવાદ

 

આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચિ છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૨ ||

 

वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥

 

અનુવાદ

 

વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં હું મન છું તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણશક્તિ (ચેતના) હું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૩ ||

 

रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ॥

 

અનુવાદ

 

હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષો ને રાક્ષસોમાં ધનપતિ (કુબેર) હું છું, વસુઓમાં હું અગ્નિ છું અને બધા પર્વતોમાં મેરુ હું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૪ ||

 

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥ २४ ॥

 

અનુવાદ

 

હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, સેનાનાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૫ ||

 

महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥

 

અનુવાદ

 

હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ૐકાર છું. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૬ ||

 

अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥

 

અનુવાદ

 

હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું અને હું દેવર્ષિઓમાં નારદ છું. હું ગંધર્વોમાં ચિત્રરથ છું અને સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૭ ||

 

उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ॥

 

અનુવાદ

 

અશ્વોમાં મને ઉચ્ચઃશ્રવા જાણ કે જે અમૃત માટે થયેલા ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું રાજા છું

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૮ ||

 

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥

 

અનુવાદ

 

હું શસ્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભિ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકિ છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૨૯ ||
 
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥ २९ ॥

 

અનુવાદ

 

અનેક ફેણવાળા નાગોમાં હું અનંત છું તથા જળચરોમાં હું વરુણદેવ છું. હું દિવંગત પિતૃઓમાં અર્યમા છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૦ ||

 

प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥

 

અનુવાદ

 

દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહ્લાદ છું, દમન કરનારાઓમાં હું કાળ છું, પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૧ ||

 

पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥

 

અનુવાદ

 

પવિત્ર કરનારામાં હું વાયું છું, શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું, માછલીઓમાં હું મગર છું તથા વહેતી નદીઓમાં હું ગંગા છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૨ ||

 

सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥ ३२ ॥

 

અનુવાદ

 

હે અર્જુન, હું સમગ્ર સર્જનોનો આદિ, મધ્ય તથા અંત છું, હું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા છું અને તર્કશાસ્ત્રીઓમાં હું નિર્ણાયક સત્ય છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૩ ||

 

अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥ ३३ ॥

 

અનુવાદ

 

અક્ષરોમાં હું કાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું, શાશ્વત કાળ પણ હું છું અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૪ ||
 
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ ३४ ॥

 

અનુવાદ

 

હું સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં હુ કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૫ ||

 

बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥ ३५ ॥

 

અનુવાદ

 

સામવેદના મંત્રોમાં હું બૃહત્સામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૬ ||

 

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥ ३६ ॥

 

અનુવાદ

 

હું છળકપટ કરનારાઓમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું. હું વિજય છું, સાહસ છું, હું તથા બળવાનોનું બળ પણ હું છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૭ ||

 

वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७ ॥

 

અનુવાદ

 

હું વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું. હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારોકમાં ઉશના(શુક્રાચાર્ય) છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૮ ||

 

दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥

 

અનુવાદ

 

અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું અને વિજયની ઇચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૩૯ ||

 

यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥ ३९ ॥

 

અનુવાદ

 

વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વોનો જનકબીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી, જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૦ ||

 

नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥ ४० ॥

 

અનુવાદ

 

હે વીર પરંતપ, મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું, તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેતમાત્ર છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૧ ||

 

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम् ॥ ४१ ॥

 

અનુવાદ

 

તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્કૂલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે.

♣ ♣ ♣

 

|| શ્લોક : ૪૨ ||

 

अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ ४२ ॥

 

અનુવાદ

 

પરંતુ હે અર્જુન, સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશમાત્રથી, સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું.

♣ ♣ ♣