Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૧૪

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૧૪ ||

|| ગુણ ત્રય વિભાગ યોગ ||

|| શ્લોક : ૧ ||
श्रीभगवानुवाच ।
परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥ १ ॥
અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા, તે વિષે ફરીથી કહીશ.

♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥ २ ॥
અનુવાદ

જ્ઞાનમાં સ્થિર થવાથી, મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલયકાળે વ્યથિત થતો નથી.

♣ ♣ ♣
 
|| શ્લોક : ૩ ||
मम योनिर्महद् ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
सम्भवः सर्वभूतानां ततो भवति भारत ॥ ३ ॥
અનુવાદ

હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્રોત કહેવાય છે અને હું બ્રહ્મનું ગર્ભાધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૪ || 
सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥ ४ ॥
અનુવાદ
 

હે કુંતીપુત્ર, સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवाः ।
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥ ५ ॥
અનુવાદ
 

ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે. તે છે સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, તે ગુણોથી બદ્ધ થઈ જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૬ ||
तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥ ६ ॥
અનુવાદ
 

હૈ નિષ્પાપ, સત્ત્વગુણ અન્ય ગુણો કરતાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનાર અને મનુષ્યને સર્વ પાપકર્મથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો ગુણમાં અવસ્થિત હોય છે, તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૭ ||
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥ ७ ॥
અનુવાદ
 

હે કુંતીપુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઇચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૮ ||
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥ ८ ॥
અનુવાદ
 

એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. ગુણનાં પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૯ ||
सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत ॥ ९ ॥
અનુવાદ
 

હે ભરતપુત્ર, સત્ત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યનાં જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૦ ||
रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥ १० ॥
અનુવાદ
 

હે ભરતપુત્ર, કોઈ વાર સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ, સત્ત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે. વળી કોઈ વેળાએ તમાગુણ સત્ત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૧ || 
सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥ ११ ॥
અનુવાદ
 

જ્યારે શરીરનાં સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સત્ત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૨ ||
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥ १२ ॥
અનુવાદ
 

હે ભરતશ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઇચ્છા તથા લાલસાનાં લક્ષણો પ્રગટ થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥ १३ ॥
અનુવાદ
 

કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે, ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥ १४ ॥
અનુવાદ

જ્યારે કોઈ મનુષ્ય સત્ત્વગુણમાં મૃત્યુ પામે છે, ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ || 
 
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥ १५ ॥
અનુવાદ
 

રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુયોનિમાં જન્મ ગ્રહણ કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ || 
कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥ १६ ॥
અનુવાદ
 

પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્ત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ ૨જોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલાં કર્મ મૂર્ખામીમાં પરિણમે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥ १७ ॥
અનુવાદ
 

સત્ત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥ १८ ॥
અનુવાદ
 

સત્ત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વીલોકમાં રહે છે અને જે ઘૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરકલોકમાં જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥ १९ ॥
અનુવાદ
 

જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે, કે જેઓ ત્રણે ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥ २० ॥
અનુવાદ
 

જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા ત્રણ ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમનાં કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને જીવનમાં અમૃત ભોગવી શકે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
अर्जुन उवाच ।
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥ २१ ॥
અનુવાદ
 

અર્જુને પૂછ્યું :

હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય ત્રણ ગુણોથી પર થયેલો છે તેને કયાં લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે? અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે

♣ ♣ ♣
|| શ્લોક : ૨૨, ૨૩, ૨૪, ૨૫ ||
श्रीभगवानुवाच ।
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥ २२ ॥
 
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते ॥ २३ ॥
 
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥ २४ ॥
 
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥ २५ ॥
અનુવાદ
 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી કે તે હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી; જે ભૌતિક ગુણોની સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે; જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે; જે માટીનાં ઢેફાંને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દૃષ્ટિથી દેખે છે; જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસા ને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે; જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છેઆવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૬ || 
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥ २६ ॥
અનુવાદ
 

જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને રીતે બ્રહ્મપદ છે. સુધી પહોંચી જાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૭ || 
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥ २७ ॥
અનુવાદ

અને હું તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે.

♣ ♣ ♣