Shrimad bhagvat geeta (SBG)

View All >>

અધ્યાય ૧૩

॥ ॐ श्री परमात्मने नमः ॥

श्रीमद्भगवद्गीता

|| અધ્યાય ૧૩ ||

|| ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ ||

|| શ્લોક : ૧, ||
अर्जुन उवाच ।
प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च ।
एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव ॥ १ ॥
 
અનુવાદ

અર્જુને કહ્યું :

હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ (ભોક્તા), ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું.

♣ ♣ ♣
|| શ્લોક : ૨ ||
श्रीभगवानुवाच ।
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥ २ ॥
અનુવાદ

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા :

હે કુંતીપુત્ર, શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૩ ||
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥ ३ ॥
અનુવાદ

હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ્ઞાન કહેવામાં આવે છે. મારું મંતવ્ય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૪ ||
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे श‍ृणु ॥ ४ ॥
અનુવાદ

હવે તું મારી પાસેથી સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે કર્મક્ષેત્ર શું છે, તેનું બંધારણ કેવી રીતનું છે, આમાં કયા ફેરફાર થાય છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૫ ||
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥ ५ ॥
અનુવાદ

વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યનાં ક્ષેત્ર તથા તે કાર્યોના શાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંતસૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ્ય સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૬, ||
महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥ ६ ॥
 
इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः ।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥ ७ ॥
અનુવાદ

પાંચ મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, દશ ઇન્દ્રિયો તથા મન, પાંચ ઇન્દ્રિયવિષયો, ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:, સંઘાત, ચેતના અને ધૈર્ય સર્વને સંક્ષેપમાં, કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ (વિકાર) કહેવામાં આવે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ ||
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥ ८ ॥
 
इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च ।
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ९ ॥
 
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥ १० ॥
 
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥ ११ ॥
 
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥ १२ ॥
અનુવાદ

વિનમ્રતા, દંભવિહિનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદ્ગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિયતૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મમૃત્યુજરાવ્યાધિનાં અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકોપત્નીઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઇચ્છા, સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું, આત્મસાક્ષાત્કારના મહત્ત્વનો સ્વીકાર અને પરમ બ્રહ્મની તાત્ત્વિક શોધ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને સિવાય જે કંઈ છે, તે અજ્ઞાન છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૩ ||
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥ १३ ॥
 
અનુવાદ

હવે હું જ્ઞેય વિષે કહીશ જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. બ્રહ્મ અથવા આત્મા જે અનાદિ છે તથા મારે અધીન છે, તે ભૌતિક જગતનાં કાર્યકારણથી પર છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૪ ||
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥ १४ ॥
અનુવાદ

તેમના શ્રીહસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૫ ||
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥ १५ ॥
 
અનુવાદ

પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિયરહિત છે. તેઓ સર્વ જીવોના પાલન કરનારા હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૬ ||
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥ १६ ॥
અનુવાદ

પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ હોવા છતાં તેઓ સહુની નજીક પણ છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૭ ||
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥ १७ ॥
 
અનુવાદ

પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપિ વિભાજિત નથી. તેઓ એક તરીકે સ્થિત છે. તેઓ દરેક જીવના પાલનકર્તા છે છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૮ ||
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥
અનુવાદ

તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્રોત છે. તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૧૯ ||
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥ १९ ॥
અનુવાદ

પ્રમાણે મેં કાર્યક્ષેત્ર (શરીર), જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો પૂર્ણપણે સમજી શકે છે અને રીતે મારા ભાવ(સ્વરૂપ)ને પામે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૦ ||
प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ॥ २० ॥
અનુવાદ

ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિ જન્ય જાણવા.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૧ ||
कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥ २१ ॥
 
અનુવાદ

 

પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ (પુરુષ) જગતમાંનાં વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૨ ||
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥ २२ ॥
અનુવાદ

પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. રીતે, તે વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૩ ||
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥ २३ ॥
અનુવાદ

છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે, અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૪ ||
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥ २४ ॥
અનુવાદ

જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત તત્ત્વજ્ઞાનને સમજી લે છે, તે નિશ્ચિત મુક્તિ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય, તો યે અહીં તેનો પુનર્જન્મ થશે નહીં.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૫ ||
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ॥ २५ ॥
અનુવાદ

 

કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે.

 ♣ ♣ ♣

|| શ્લોક : ૨૬ ||

अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥ २६ ॥
અનુવાદ

 

વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિષે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે. લોકો પણ, અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે, જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૭ ||
यावत्सञ्जायते किञ्चित्सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥ २७ ॥
અનુવાદ

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઇ રહ્યું છે, તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગમાત્ર છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૮ ||
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥ २८ ॥
અનુવાદ

જે પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે રહેલા જાણે છે અને મનુષ્ય નશ્વર શરીરમાં રહેલ તો આત્મા કે તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે વાસ્તવમાં સત્યને જુએ છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૨૯ ||
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥ २९ ॥
અનુવાદ

જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવમાત્રમાં સમાનરૂપે હાજર રહેલા જુએ છે, તે પોતાનાં મનથી પોતાને અધઃપતિત કરતો નથી. રીતે તે દિવ્ય ગતિ પ્રાપ્ત કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૩૦ ||
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥ ३० ॥
અનુવાદ

જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે ખરેખર સત્ય જુએ છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૩૧ ||
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ॥ ३१ ॥
અનુવાદ

જ્યારે વિવેકી મનુષ્ય, વિભિન્ન ભૌતિક શરીરોના લીધે વિભિન્ન સ્વરૂપોને જોવાનું બંધ કરી દે છે અને જીવો કેવી રીતે સર્વત્ર વિસ્તરેલ છે જુએ છે, ત્યારે તે બ્રહ્મજ્ઞાન પામે છે.

 ♣ ♣ ♣
|| શ્લોક : ૩૨ ||
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥ ३२ ॥
અનુવાદ

શાશ્વત દૃષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે કે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. હે અર્જુન, ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં, આત્મા કશું કરતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી.

♣ ♣ ♣
|| શ્લોક : ૩૩ ||
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥ ३३ ॥
અનુવાદ

 

આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. એવી રીતે, બ્રહ્મદૃષ્ટિમાં સ્થિત આત્મા, શરીરમાં અવસ્થિત હોવા છતાં, શરીરથી લિપ્ત થતો નથી.

♣ ♣ ♣
|| શ્લોક : ૩૪ ||
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥ ३४ ॥
અનુવાદ

હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે.

♣ ♣ ♣
|| શ્લોક : ૩૫ ||
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥ ३५ ॥
અનુવાદ

જે મનુષ્યો જ્ઞાનનાં નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તેઓ પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે.

♣ ♣ ♣